સ્વ. મન્ના ડે ને જેટલી શ્રધ્ધાંજલી આપીએ તેટલી ઓછી છે.

મારા એક મિત્ર અને ભુતકાળમાં મારા સહકર્મચારી તરીકે ઉદ્યોગસાહસિકોને મદદરુપ થવાનો નિષ્ઠાપુર્વક પ્રયત્ન કરનાર ભાઈશ્રી હિરણ્ય વ્યાસે મને મેઈલ કર્યો, જેમાં તેમણે અને તેમના મિત્રે સાથે મળીને સ્વ. મન્ના ડે આપેલી શ્રધ્ધાંજલી અહીં તેમના જ શબ્દોમાં આભાર સાથે રજુ કરું છું. ભાઈશ્રી હિરણ્ય હાલમાં નિવૃત્તિ દરમ્યાન પણ તેમની ઉદ્યોગસાહસિક પ્રશિક્ષણની પ્રવૃત્તિઓને અવિરત સ્વરૂપે ચલાવી રહ્યા છે. ‘વેબગુર્જરી’ પર તેમને અનુભવી શકશો.  …………..

રાજકપૂર – નરગિસ માટે ગાવામાં આવેલા ૩ મહાન રોમેન્‍ટિક યુગલ ગીત લત્તાજી – મન્‍ના-ડેએ ગાયા છે

મહાન ગાયક છેલ્લે સુધી દુઃખી હતા : ગુણવાન હોવા છતાં વધુ પૈસા ભેગા નહોતા કર્યા : મન્‍ના-ડે એટલા સાધુ સ્‍વભાવના સરળ હતા કે તેમણે જિંદગી સામે ફરીયાદ કરી નહોતી

     દાદા સાહેબ ફાળકે પુરસ્‍કાર મેળવનારા મન્ના ડે ૯૪ વર્ષના હતા. એ છેલ્લાં કેટલાંક વરસોથી બેંગલોરમાં રહેતા હતા. તેમનાં પત્ની સુલોચનાનું થોડાં વરસો પહેલાં કેન્સરથી અવસાન થયું હતું. મન્ના ડેના પરિવારમાં બે પુત્રીઓ છે- સુરોમા અને સુમિતા. બંને પુત્રીઓ અમેરિકામાં સ્થાયી થઇ છે.

   મન્ના ડેએ કિશોરવયે અખાડામાં અભ્‍યાસ કર્યો છે અને દંડ-બેઠક લગાવનારા મન્નાડેને ગાયકી પ્રતિભા જન્‍મથી મળી છે, પરંતુ પાશ્વ ગાયન ક્ષેત્રે પોતાનું સ્‍થાન બનાવવા માટે લાંબો સંઘર્ષ કરવો પડ્‍યો છે.

  ભારતીય સિનેમાનાં ગીત-સંગીત ક્ષેત્રના સુવર્ણયુગમાં (૧૯૪૭-૧૯૬૪) વિલક્ષણ પ્રતિભાઓની ભરમાર હતી. મોહમ્‍મદ રફી, મન્ના ડે, મુકેશ, હેમંતકુમાર, કિશોરકુમાર,તલત મહેમૂદ વગેરે અનેક લોકો સક્રિય હતા. એ દિવસોમાં દરેક લોકપ્રિય ફિલ્‍મસ્‍ટારનો પોતાનો એક પ્રિય ગાયક રહેતો હતો. રાજ કપૂર અને નરગિસ માટે ગાવામાં આવેલા ત્રણ મહાન રોમેન્‍ટિક યુગલ ગીત લતા મંગેશકર અને મન્ના ડેએ ગાયાં છે – ‘પ્‍યાર હુઆ, ઇકરાર હુઆ હૈ, પ્‍યાર સે ફિર કયોં ડરતા હૈ દિલ’, ફિલ્‍મ ‘શ્રી ૪૨૦’નું છે અને બીજા બે અન્‍ય મધુર ગીત ફિલ્‍મ ‘ચોરી ચોરી’ના છે – ‘આ જા સનમ મધુર ચાંદની મેં હમ…’ અને ‘યે રાત ભીગી-ભીગી’. મુકેશ રાજ કપૂરના ગાઢ મિત્ર હતા અને સંગીતમાં ગુરુભાઈ પણ હતા, પરંતુ રાજ કપુર મન્ના ડેના અવાજને પસંદ કરતા હતા અને તેમને તક આપવામાં ક્‍યારેય ખચકાતા ન હતા. જેમ કે, ‘દિલ હી તો હૈ’નું ‘લાગા ચુનરી મેં દાગ છુપાઉં કૈસે…’ મન્ના ડેએ ગાયું છે. મન્ના ડેએ એક વખત કહ્યું હતું કે રાજ કપૂરની ‘બૂટ પોલિશ’માં જેલમાં ટાલિયા કેદીઓનું ગીત ‘લપક-ઝપક તુ આ રે બદરવા, સર કી ખેતી સુખ રહી હૈ…’ની સંપૂર્ણ કલ્‍પના રાજ કપૂરે કરી હતી અને શંકર-જયકશિન સાથે અનેક દિવસો સુધી એ ગીત પર કામ કર્યું હતું.

       હિન્‍દી ફિલ્‍મી કવ્‍વાલીઓમાં ન’તો કારવાં કી તલાશ હૈ, ન હમસફર કી  સદાબહાર છે, તો કોમેડીમાં મન્ના ડે એ ‘પડોશન’માં મહેમૂદ માટે ગાયેલું ‘એક ચતુર નાર  અને ‘ચલતીકા નામ ગાડી  માટે ગાયેલ ‘બાબુ સમજો ઈશારે..’ ક્‍યારેય નહીં ભૂલાય! તો ફિલોસોફીકલ ગીતો, ‘કસમે વાદે પ્‍યાર વફા સબ બાતેં હૈ બાતોં કા ક્‍યા,’ ‘તુ પ્યાર કા સાગર હૈ ,’ ‘જિંદગી કૈસી હૈ પહેલી’ આજે પણ એટલાંજ તરોતાજાં લાગે છે. ફિલ્‍મ કાબૂલીવાલા માટે મન્ના ડે એ ગાયેલું ગીત એ મેરે પ્‍યારે વતન  કોઇ પણ રાષ્ટ્રિય દિવસ પર અચૂક સાંભળવા મળે છે, વતનથી દૂર રહેલા લોકોની આંખો ભીંજવી જાય છે એટલું જ નહીં પણ ખુદ મન્ના ડે પણ જયારે જયારે આ ગીત ગાતા ત્‍યારે એટલા ભાવુક થઈ ઉઠતા કે આંખોમાંથી અશ્રુધારાઓ વહેવા લાગતી!

    શાસ્ત્રીય સંગીતના આધારવાળા ગીત માટે મોહમ્‍મદ રફી કે મન્ના ડેને જ બોલાવવામાં આવતા હતા, કેમ કે બંને પાસે જ પાકો પાયો હતો. અશોકકુમાર માટે ‘મેરી સુરત તેરી આંખે’માં મન્ના ડેએ એટલું મહાન ગીત ગાયું છે કે જયારે પણ, જેટલી વખત સાંભળો, આંખોમાં પાણી આવી જાય છે – ‘પૂછો ન કૈસે મૈંને રૈન બિતાઈ’. આપણા ફિલ્‍મ સંગીતનું એક કમનસીબ છે કે મન્ના ડે જેવી વિલક્ષણ પ્રતિભા સાથે ન્‍યાય નથી થયો અને તેમને એટલી તક મળી નથી જેના તેઓ હકદાર હતા. જિંદગી અનેક લોકો સાથે અન્‍યાય કરે છે, કેટલીક વખત દયાળી રહેતી નથી. પ્રતિભાને સાચી આંકવામાં આવતી નથી. મન્ના ડે એટલા સાધુ સ્‍વભાવના સરળ વ્‍યક્‍તિ રહ્યાં છે કે તેમણે ક્‍યારેય પણ જિંદગી સામે ફરિયાદ કરી નથી. કિશોરવયે અખાડામાં તાલીમ અને સ્‍વભાવમાં આટલી ધીરજે તેમને આટલી લાંબી ઉંમર આપી છે.

   આ પ્રકારની પરિસ્‍થિતિમાં અનેક લોકો ખિન્ન થઈ જતા હોય છે. મન્ના ડે સમજતા રહ્યા છે કે, ‘એ ભાઈ જરા દેખ કે ચલો, યે સરકસ હૈ શો તીન ઘંટે કા’. મન્ના ડે જેવા ભલા માનવીને આટલી ઉંમરે પારિવારિક વેરભાવ જોવો પડે તેનાથી દુખ થાય છે. મન્ના ડે ક્‍યારેય પણ દુનિયાદાર રહ્યા નથી, આથી આટલા ગુણવાન હોવા છતાં તેમણે વધુ પૈસા ભેગા કર્યા નથી અને કરી લેતા તો કદાચ ઝઘડો થતા.મન્‍ના ડે એ ૧૯૪૨-૨૦૧૩ સુધીમાં ૪૦૦૦થી પણ વધારે ગીતો રેકોર્ડ કરાવ્‍યા છે.

         તેમની ગાયકીની કારકિર્દીનો સુવર્ણકાળ ૧૯૫૩-૧૯૭૬ સુધીનો હતો. તેમનો જન્‍મ ૧ લી મે ૧૯૧૯ના રોજ કોલકત્તામાં થયો હતો.

         ભારત સરકારે તેમને ૧૯૭૧મા પદ્મશ્રી ખિતાબથી સન્‍માનિત કર્યા હતા. ત્‍યારબાદ ૨૦૦૫માં એમને પદ્મભૂષણ અને ૨૦૦૭મા દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ એમને નવાજવામાં આવ્‍યા હતા.

         તેમના સૌથી વધારે લોકપ્રિય થયેલા ગીતોમાં આ ગીતોનો સમાવેશ થાય છે… જિંદગી કૈસી હૈ પહેલી હાયે, એ ભાઈ જરા દેખ કે ચલો, તુ પ્‍યાર કા સાગર હૈ, લાગા ચુનરી મેં દાગ, યારી હૈ ઈમાન મેરા યાર, ઐ મેરે પ્‍યારે વતન, હસને કી ચાહને કિતના મુઝે, કસમે વાદે પ્‍યાર વફા સબ, ઐ મેરી ઝોહરા જબી, તુમ બિન જીવન, તુ છૂપી હૈ કહાં વગેરે…મન્‍ના ડે અચ્‍છા સંગીતકાર પણ હતા. તેમણે હિન્‍દી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, કન્‍નડ અને આસામી ફિલ્‍મોમાં ઘણા ગીતો ગાયા હતા. તેમણે ભોજપુરી, અવધી, મગધ, પંજાબી, મૈથિલી, કોંકણી, સિંધરી અને છત્તીસગઢી ભાષાઓમાં પણ ઘણા ગીતો ગાયા હતા.

         તેઓ ૧૯૪૩માં આવેલી તમન્‍ના ફિલ્‍મથી પ્‍લેબેક સિંગર બન્‍યા હતા.

         મન્‍ના ડેને ભારતીય સંગીતના ટોચના ગાયકો પૈકીના એક ગણવામાં આવતા હતા. એક વખત એવો હતો જ્‍યારે ગાયકનો મતલબ મન્‍ના ડે હતા એટલે કે તેઓ તમામ લોકોની પસંદગી હતા. તેમણે પાર્શ્વગાયક તરીકે ૧૯૪૦ના દાયકામા કારકિર્દી શરૂ કરી. તેમણે કન્‍નડ, મલયાલમ, અસમીયા, બંગાળી, મરાઠી અને ગુજરાતી ભાષામાં ગીતો ગાયા હતા. બહુમુખી પ્રતિભા એવા મન્ના ડે માત્ર ગાયક નહોતા પણ ઘણી ફિલ્‍મોમાં સંગીત પણ આપ્‍યું છે અને ફિલ્‍મ રામરાજયમાં એક નાનકડો રોલ પણ કર્યો છે એ બહુ ઓછાને ખ્‍યાલ છે!

         તેમને નાનપણથી જ ગાવાનો શોખ હતો પણ તેમના પિતા ઈચ્‍છતા હતા કે તેઓ વકિલ બને પણ તેમણે સંગીત જ પસંદ કર્યુ. કેસી ડેમાંથી શાસ્‍ત્રીય સંગીતનો અભ્‍યાસ કર્યો. કોલેજમાં સતત ૩ વર્ષ સુધી તેમણે સ્‍પર્ધા જીતી હતી.

         મેરી સુરત તેરી આંખેનુ ‘પૂછો ના કૈસે મેને રૈન બિતાઈ’, દિલ હી તો હૈનુ ‘લાગા ચુનરીમે દાગ’, બુઢ્ઢા મિલ ગયાનું ‘આયો કહાં સે ઘનશ્‍યામ’ હોય કે બસંત બહારનું ‘સુર ના સજે’ હોય દરેક ગીતમાં તેઓ પોતાની છાપ દર્શાવતા તેમણે માત્ર ગંભીર નહિ પણ ‘દિલ કા હાલ સુને દિલવાલા’, ના માંગુ સોના ચાંદી, એક ચતુર નાર જેવા કોમેડી ગીતો પણ ગાયા છે. તેમના અવાજમાં જાદુ હતો. કાબુલીવાલાનું એ મેરે પ્‍યારે વતન અને આનંદનું જીંદગી કૈસી હૈ પહેલી હીટ રહ્યા હતા. તેમણે લોકગીતથી માંડીને પોપ સુધીના ગીતો ગાયા હતા.

મન્‍ના ડેનાં ૧૦ શ્રેષ્‍ઠ ગીતો જે કાયમ ગાવાનું મન થાય

         (૧) જિંદગી કૈસી હૈ પહેલી (Anand-1971) :   https://www.youtube.com/watch?v=3vgDb4TQneA

         (૨) એક ચતુરનાર કરકે શ્રૃંગાર (પડોશન)

         (૩) લાગા ચુનરી મેં દાગ (દિલ હી તો હૈ)

         (૪) કસમે વાદે પ્‍યાર વફા (ઉપકાર)

         (૫) તુ પ્‍યાર કા સાગર હૈ (Seema-1958)    https://www.youtube.com/watch?v=e2D-kjOMNF0

         (૬) તુઝે સુરજ કહું યા ચંદા (એક ફુલ દો માલી)

         (૭) યારી હૈ ઈમાન મેરા યાર (જંજીર)

         (૮) યે રાત ભીગી ભીગી (ચોરી ચોરી)

         (૯) ઓ મેરી જોહરા જબી (Waqt 1965)     https://www.youtube.com/watch?v=OzXL4YICTiA

         (૧૦) પ્‍યાર હુઆ ઈકરાર હુઆ (શ્રી ૪૨૦)

 અન્‍ય હીટ ગીતો  નીચે મુજબ છે

           * જીંદગી કૈસી હૈ પહેલી હાય (આનંદ)

         * લાગા ચુનરી મેં દાગ (દિલ હી તો હૈ)

         * કૌન આયા મેરે મન કે દ્વારે (દેખ કબીરા રોયા)

         * જનક જનક તોરી બાજે પાયલીયા (મેરે હુજુર)

         * તુ છુપી હૈ કહાં (નવરંગ)

         * આજા સનમ મધુર ચાંદની મેં હમ (ચોરી ચોરી)

         * જહાં મેં જાતી હું વહી ચલે આતે હો (ચોરી ચોરી)

         * બાબુ સમજો ઈશારે (ચલતી કા નામ ગાડી)

         * દિલ કા હાલ સુને દિલવાલા (શ્રી ૪૨૦)

         * એ મેરે પ્‍યારે વતન (કાબુલીવાલા)

         * મૂડ મૂડ કે ન દેખ (શ્રી ૪૨૦)

         * મેં તેરે પ્‍યાર મે કયા કયા ન બના (જીદ્દી)

         * નદીયા ચલે, ચલે રે ધારા (સફર)

         * જીંદગી હૈ ખેલ, કોઈ પાસ કોઈ ફેઈલ (સીતા ઔર ગીતા)

         * એ દોસ્‍તી… (શોલે)

         * આયો કહાં સે ઘનશ્‍યામ (બુઢા મીલ ગયા)

         * પૂછોના કૈસે મૈને રૈન બીતાઈ (મેરી સુરત તેરી આંખે)

         * કસમે વાદે પ્‍યાર વફા (ઉપકાર)

         * યે હવા યે નદી કા કિનારા (ઘરસંસાર)

 મન્ના ડે એ હિન્દી આને બંગાળી પછી સૌથી વધારે 85 જેટલા ગુજરાતી ગીતો ગાયા હતા. જેમાંના અમુક ખુબ પ્રચલિત ગીતોની યાદી આ મુજબ છે:     

1. દર્દ એક જ છે …
2. પંખીડાએ કલશોર કર્યો …   
,https://www.youtube.com/watch?v=Z6IqbuFA7e8
3. જન્મોનો સાથી કુમ્ભારણા કોઈ નથી …
4. આ આડી અંતાણી સંતા કુકડી …
5. આ મુંબઈ છે …
6. રામદેવપીરનો હેલો …
7. એક સરખા દિવસ સુખના …
8. ગુરુચરણોની હું રજકણ છું …
9. જય ગુજરાત …
10. કચ્છી માટીના કોડિયા …
11. કુમકુમ પગલે …
12. પીંજરું તે પીંજરું …
13. રમત રમાડે આ રામ …
14. રામને ભજયા  વિના પાર નહિ પામો …
15. શ્યામ ઝૂલે હિંડોળા …
16. તારા ભક્તને આજ કસોટી પડી …
17. તું કેવો છે ગીરીધર …
18. વૈષ્ણવજન તો તેને કહીએ …
19. જટ જાઓ ચંદન હર હાર લાવો …
20. તમને જોયા ને જરા, ગુણસુંદરીનો સંસાર …