વર્લ્ડ સ્માઈલ ડે !!!

ફેઈસબુક પરના એક મિત્રનો લેખ, ઘણા દિવસે ફરી ‘સંવેદનાના સથવારે’ પર આવવાનું નિમિત્ત બન્યો.

આનંદની પળોમાં પણ આંસુ અને દુઃખની પળોમાં પણ આંસુ…

લગભગ આપણે બધા લાગણીની અભિવ્યક્તિમાં કાચા પડતા હોઈએ છીએ, એનાથી પ્રશ્નો પણ ઉભા થાય છે… પણ જીવનપ્રવાહ વહે છે. પણ સોસીયલ મીડીયામાં લાગણીની અભિવ્યક્તિએ તો કમાલ કરી છે ….. વધુ તો વાંચો ગોરા ત્રીવેદીને……… એમના ખુબ ખુબ આભાર સાથે …

વર્લ્ડ સ્માઈલ ડે !!!

10646870_10204396824937339_2097771081439271234_n

કેટલું નવાઈ ભર્યું લાગે છે ને કે આવા પણ કોઈ ડે હોય ? સ્માઈલ તો રોજ આપવાની જ હોય ને ? હા, પણ આવો એક ડે છે અને એનું કારણ પણ છે. આપણી જીન્દગી નો અત્યારે ખુબ જ મહત્વ નો ભાગ બની ગયેલા સ્માંય્લીસ – ઈમોટીકોન નો આજે જન્મદિવસ છે જે ૧૯૯૯ થી ઓકટોબર ના પેહલા શુક્રવારે ઉજવાય છે. ૧૯૬૩ માં હાર્વે બાઅલ [ યુ.એસ.એ ] એ પેહલી વાર સ્માઇલી બનાવ્યું હતું. સ્માઈલ નું આ સિમ્બોલ આજે સોશિયલ મીડિયા ની જાન બની ગયું છે. ફેસબુક હોય કે વોટ્સએપ, આપણા કેટલા પ્રતિભાવો આ સ્માઇલીસ આપી દે છે. બેઝીકલી હાર્વે ભાઈએ હસતું મુસ્કુરાતું સ્માઈલ જ બનાવ્યું હતું. પછી તેમાં ફેરફાર થતા થતા આપણે આપણા ઘણા હાવ-ભાવ ઉમેર્યા. સેડ, બ્લીંક, સ્ટેઇટ, એન્ગ્રી, શાઈ, બ્લ્સ, કીસ, ક્રાઈગ, એનોઈગ આવા અંદાજે કેટલા સ્માઇલીસ આજે અસ્તિત્વ ધરવતા હશે ?! આમાં થી આપણે એક ફુલ બ્રોડ સ્માઇલી તો વાપરવું જ જોઈએ ને ?

‘બકા’ સીરીઝ એ તો ધૂમ મચાવી હતી. હાસ્ય નો આના થી સરળ કોઈ રસ્તો હોય શકે ? આજ ના સમય માં જયારે હસવા માટે કારણો શોધવા પડતા હોય છે ત્યારે આ નાનકડું સ્માઇલી કેટલી રાહત આપે છે. એમાં ખાસ વ્હાલા લોકો સાથે ની ચેટ માં તો અમુક સવાલ ના જવાબ ના આવે અને ફક્ત સ્માઇલી આવે તો તો દિલ બાગ બાગ થઇ જાય.. આમાં મજા એ છે કે આપણે આપણો ગમતો અર્થ લઇ શકીએ, ઓફ કોર્સ પોઝીટીવ જ તો !!

હા, આ સ્માઇલી સંકટ સમય ની સાંકળ પણ છે, ક્યાંક ભુલ થઇ ગઈ હોય અને દલીલ કરવાના બદલે હા – ના સાથે સ્માઇલી મોકલ્યા કરીએ એટલે વાત જલ્દી પુરી થઇ જાય. અણગમતા લોકો માટે પણ આ સ્માઇલી પરફેક્ટ જવાબ છે. જે સવાલ ના જવાબ ના આપવા હોય, હા એ હા કરવી હોય, બે કડવા શબ્દો કહી ને સામેવાળા ને ચાલતો ના કરી દેવો હોય ત્યારે ‘ગમ’ ખાઈ જવા મા આવા સ્માઇલી ખુબ મદદ કરે છે.

બાળકો ના ઉપયોગ ની તમામ વસ્તુઓ માં આ સ્માઇલીસ હાજર હોય છે એનું કારણ હકારત્મક અભિગમ છે. જીવન સારું છે, હસવા જેવું, ખુશ રેહવા જેવું છે તેવું બાળકો ને આ સ્માઇલીસ બોલ્યા વગર જ કહી જાય છે. બાળકો જ શું કામ ? દરેક ઉમર ના લોકો ને આ સ્માઇલીસ સ્પર્શે છે. કામ ના ટેબલ પર, અરીસા માં, સવારે જાગી ને સૌથી પેહલા જોતા હોઈએ તેવી કોઈ પણ જગ્યાએ એક બે ગમતા સ્માઇલીસ લગાવી જોવા, આશ્ચર્યજનક પરિણામ મળશે. થોડા દિવસ માં જ સવારે હસવા ની આદત પડી જશે. અરીસા માં જોતી વખતે સાઈડ પર એકવાર સ્માઇલી ને જોઈ જ લેવું અને ખાસ તો ટુથ બ્રશ હાથ માં લઇ ને સિંક પાસે ના અરીસા પર લગાવેલા સ્માઇલી ને જોતા જોતા દિવસ નું પ્લાનિંગ કરવું. દિવસ ચોક્કસ સારો જશે. આ બધી જ નાની નાની વાતો હકારત્મક અભિગમ શીખવતા લેકચર માં હજારો રૂપિયા ની ફી ભરી ને શીખ્યે તો બહુ કીમતી લાગે અને અહી મફત માં વાંચીએ તો ઠીક – ઠાક લાગે.

(મને ખુબ ગમેલો પેરેગ્રાફ નીચે -)

હકારત્મકતા નો અભિગમ કેળવવો અને પરિણામ લાવવું એ રાતઓરાત થતી પ્રક્રિયા નથી. ખુબ ધીરજ, મેહનત, ફોલો અપ અને દ્રઢ ઈચ્છાશક્તિ માગી લેતું કામ છે. પણ સારી વાત એ છે કે આવડા મોટા પ્રોજેક્ટ માં પણ આ નાનું સ્માઇલી ખુબ મોટો ભાગ ભજવે છે. અહી વાંચેલું જો અતિશયોક્તિ ભર્યું લાગતું હોય તો ખરાઈ કરવાનો ખર્ચ ૫ રૂપિયા જ છે. એક સ્માઇલી લઇ આવી ને અરીસા પર લગાવી જોવું અને એક મહિનો એના સામે અરીસા માં જોવો એટલી વાર જોવું. તમારામાં ખૂણામાં પણ ખુશ થવા ની ઈચ્છા હશે તો આ રીતે એ ચોક્કસ દસ ગણી થઈને પાછી મળશે.

અમુક નાની નાની વસ્તુ નું આપણે મહત્વ જ નથી સમજતા. આ વર્ચ્યુલ સ્માઇલી માં થી આપણે એક્ચ્યુલ સ્માઇલી માં આવીએ તો …. આપણે લોકો ને સ્માઈલ આપવા માં ખુબ કરકસરિયા છીએ. જરા પણ જાણીતી લાગતી, રોજ/નિયમિત ક્યાંક ક્રોસ થતી, આજુ બાજુ માં રેહતી/કામ કરતી, ક્યાંય પણ વેઈટીગ માં સાથે બેસેલી વ્યક્તિ ને સ્માઈલ આપવું જ જોઈએ. સામેવાળી વ્યક્તિ શું વિચારશે ? કેવી રીતે લેશે ? ગેર સમજ કરશે તો ?? આ બધા એ વાંધોડકા લોકો ના પ્રશ્નો છે આપણા નહી. આપણા સ્માઈલ માં સચ્ચાઈ હશે તો સામે વળી વ્યક્તિ ગેરવર્તન નહી જ કરે. હા, બિચારા ની પોતાની મજબૂરી – પીડા હશે તો વળતું સ્માઈલ નહી આપે. તો આપણે એ ને મન માં હસી ને માફ કરી દેવા.

સરખી ઉમર ના અને ખાસ તો વિજાતીય લોકો ને સ્માઈલ આપવા માં કદાચ ખચકાટ થાય. પણ આપણા કરતા દસકો નાના અને દસકો મોટા ને તો વિશ્વાસ થી પ્રેમ થી સ્માઈલ આપી જ દેવું. આમાં એ લોકો ને તો સારું લાગશે જ પણ આપણને તો બહુ સારું લાગશે. સ્કુલ બસ/રીક્ષા ના નાના બાળકો રસ્તા પરના વાહન ચલાવનારા લોકો ને આજે પણ સ્માઈલ આપે છે. તો ઉમર લાયક લોકો માં શું તકલીફ છે ? શરૂઆત તો કરો .. કારણ વગર લોકો ને સ્માઈલ આપવાની..

થેક યુ સો મચ હાર્વે બાઅલ ફોર ગીવીગ અસ એ ગ્રેટ ગીફ્ટ ઓફ સ્માઇલી !

…………

લેખીકા ગોરા ત્રિવેદી આસીસ્ટન્ટ પ્રોફેસર છે.

FB ID – https://www.facebook.com/gora.trivedi

smiley Dictionary – http://www.csh.rit.edu/~kenny/misc/smiley.html

On wikipedia – http://en.wikipedia.org/wiki/Smiley

Facebook smiley codes –

facebook-smileys-codes-emoticons